સફેદ રણ કચ્છ (White Desert) : રણોત્સવ, પરમિટ અને મુલાકાતની સંપૂર્ણ માહિતી

Explore Kutch : વિશ્વનું સૌથી મોટું મીઠાનું રણ એટલે કચ્છનું સફેદ રણ. "કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા" આ કહેવતને સાર્થક કરતું આ સ્થળ શિયાળાની ઋતુમાં એક જાદુઈ દુનિયા જેવું લાગે છે. દર વર્ષે અહીં નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન રણોત્સવનું આયોજન થાય છે.

white desert kutch


૧. સફેદ રણની વિશેષતા

ચોમાસામાં આ વિસ્તાર પાણીમાં ગરકાવ હોય છે, પરંતુ શિયાળો આવતા જ પાણી સુકાઈ જાય છે અને જમીન પર મીઠાની એક સફેદ ચાદર બિછાઈ જાય છે. પૂનમની રાત્રે જ્યારે ચંદ્રનો પ્રકાશ આ સફેદ રણ પર પડે છે, ત્યારે તેનો નજારો શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.

White Desert


૨. રણની પરમિટ (Rann Permit) - ખાસ નોંધ

સફેદ રણ સરહદી વિસ્તાર હોવાથી ત્યાં જવા માટે પરમિટ લેવી ફરજિયાત છે. તમે બે રીતે પરમિટ મેળવી શકો છો:

  • ઓનલાઇન: તમે rannpermit.gujarat.gov.in વેબસાઇટ પરથી એડવાન્સમાં પરમિટ બુક કરી શકો છો.
  • ઓફલાઇન: ભિરોન્ડિયારા ચેકપોસ્ટ પર જઈને પણ તમે આધારકાર્ડ બતાવીને પરમિટ મેળવી શકો છો.

૩. જોવાલાયક મુખ્ય આકર્ષણો

  • સફેદ રણ (Dhordo) : મીઠાના રણની મધ્યમાં જઈને સૂર્યાસ્ત જોવાનો લ્હાવો.
  • કાળો ડુંગર : કચ્છનું સૌથી ઊંચું શિખર, જ્યાંથી રણનો પેનોરમિક વ્યુ દેખાય છે.
  • ગાંધી નુ ગામ (Ludiya) : કચ્છી હસ્તકલા અને સુંદર કલાત્મક ઘરો (ભુંગા) જોવા માટે ઉત્તમ સ્થળ.

૪. કેવી રીતે પહોંચવું?

સફેદ રણ (ધોરડો) ભુજથી આશરે ૮૦ કિમી દૂર છે. તમે ભુજથી ટેક્સી, પ્રાઇવેટ કાર અથવા રણોત્સવ સ્પેશિયલ બસો દ્વારા ત્યાં પહોંચી શકો છો.

૫. રોકાણની વ્યવસ્થા

Kutch Ranotsav


રણોત્સવ દરમિયાન લક્ઝરી ટેન્ટ સિટી (Tent City) માં રોકાણ કરી શકાય છે. જો તમે બજેટ ટ્રાવેલર હોવ, તો ધોરડો અને હોડકા ગામમાં ઘણા સુંદર 'કચ્છી ભુંગા' (પરંપરાગત ઘર) માં હોમ-સ્ટેની સુવિધા પણ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો : ૫૦૦૦ વર્ષ જૂનો ઇતિહાસ અને અદભૂત 'રોડ ટુ હેવન'ની મુસાફરી

                          મા આશાપુરાના ધામનો સંપૂર્ણ ઇતિહાસ અને પ્રવાસ માર્ગદર્શિકા


ખાસ સૂચન: પૂનમની આસપાસના દિવસોમાં સફેદ રણની મુલાકાત લેવી સૌથી શ્રેષ્ઠ છે.

વધુ માહિતી માટે અમારી WhatsApp Channel માં જોડાવો.

Post a Comment

Previous Post Next Post