કચ્છની ધરતી એટલે પરંપરા, સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્યનો સંગમ. જો તમે કચ્છ પ્રવાસનું આયોજન
કરી રહ્યા હોવ, તો આ ૧૦ સ્થળોની મુલાકાત લેવાનું ભૂલતા નહીં.
1. સફેદ
રણ (The Great Rann of Kutch)
2. કાળો
ડુંગર (Kalo Dungar)
કચ્છનું સૌથી ઊંચું શિખર, જ્યાંથી તમે રણ અને ભારત-પાકિસ્તાન બોર્ડરનો અદભૂત નજારો જોઈ શકો
છો. અહીં ભગવાન દત્તાત્રેયનું પ્રાચીન મંદિર આવેલું છે.
3. ધોળાવીરા
(Dholavira)
UNESCO વર્લ્ડ હેરિટેજ સાઇટ! હડપ્પીય સંસ્કૃતિનું આ
૫૦૦૦ વર્ષ જૂનું શહેર ઇતિહાસ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. હવે તો અહીં 'રોડ ટુ હેવન'
(Road to Heaven) પણ પ્રવાસીઓમાં ખૂબ
લોકપ્રિય છે.
4. માંડવી
બીચ અને વિજય વિલાસ પેલેસ (Mandvi)
માંડવીનો શાંત
દરિયાકિનારો અને રજવાડી સ્થાપત્યનો નમૂનો એટલે વિજય વિલાસ પેલેસ. અહીં અનેક
બોલિવૂડ ફિલ્મોનું શૂટિંગ પણ થયું છે.
5. આયના
મહેલ અને પ્રાગ મહેલ, ભુજ (Aina & Prag Mahal)
ભુજ શહેરની મધ્યમાં આવેલા
આ મહેલો કચ્છની કળા અને યુરોપિયન સ્થાપત્યશૈલીનો સુંદર સંગમ છે.
6. સ્મૃતિવન
મેમોરિયલ (Smritivan Earthquake Memorial)
૨૦૦૧ ના ભૂકંપમાં જીવ
ગુમાવનારાઓની યાદમાં ભુજિયા ડુંગર પર બનેલું આ મેમોરિયલ અત્યાધુનિક છે. અહીંનું
મ્યુઝિયમ ખાસ જોવા જેવું છે.
7. માતાનો
મઢ (Mata no Madh)
કચ્છની કુળદેવી માં
આશાપુરાનું પવિત્ર સ્થાનક. નવરાત્રિ દરમિયાન અહીં લાખો શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને
આવે છે.
8. નારાયણ
સરોવર અને કોટેશ્વર (Narayan
Sarovar & Koteshwar)
હિન્દુ ધર્મના પવિત્ર
પાંચ સરોવરોમાંનું એક નારાયણ સરોવર છે. તેની બાજુમાં જ સમુદ્ર કિનારે કોટેશ્વર
મહાદેવનું મંદિર આવેલું છે.
9. લુડિયા
અને બન્નીના ગામડાઓ (Banni
Villages)
કચ્છની અસલી હસ્તકલા અને
ભરતકામ જોવું હોય તો આ ગામડાઓની મુલાકાત લો. અહીંના 'ભુંગા' (ગોળ માટીના ઘર) રહેવા માટે બેસ્ટ અનુભવ છે.
10. લખપત કિલ્લો (Lakhpat Fort)
એક સમયે ધમધમતું બંદર, આજે એક શાંત અને ઐતિહાસિક કિલ્લો છે. અહીં ગુરુનાનક દ્વાર અને જૂની
મસ્જિદ જોવાલાયક છે.
Read this post in English : < click kere >
"કચ્છ પ્રવાસની આવી જ વધુ માહિતી માટે અમારી WhatsApp Channel માં જોડાઓ." < click here >









